મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2011

શમણાં

રાત આખી સપનાઓ વરસતા રહ્યાં,
ને, ઉંઘ માટે અમે તરસતા રહ્યાં.

રાખ્યો ના હતો સંગ કો નિશાચર નો,
છતાં જિંદગીભર અમે રત-જગા રહ્યાં.

લોકમુખે તો સદા હસતાં જ રહ્યાં,
ને, છાનાછપનાં અમે કણસતાં રહ્યાં.

તડીપાર થયાં કોઈની ઋક્ષ આંખોમાંથી,
ને, અશ્રુઓ બની અમે ટપકટાં રહ્યાં.

શેષનાગને તો ગળે વિંટાળી ફરતાં રહ્યાં,
ને, અમ શમણાંજ અમને ડસતાં રહ્યાં.