બુધવાર, 5 ઑગસ્ટ, 2009

દાવ

સાવ અમસ્તાતો એમ અમે ક્યાં ફસાયેલાં,
ચોકટની તીડી પર અમે દાવ લગાવેલો.

છેક મૃત્યુની શૈયા પર ચડી ગયા પછી,
જિંદગીની રમત પર અમે દાવ લગાવેલો.

વાંક કેમ કરી કાઢવો હવે સંજોગોનો,
આંખો મીંચીને જ અમે દાવ લગાવેલો.

દરિયાની દાતારીને વગોવવી શીદને,
ફાટેલા સઢ પર અમે દાવ લગાવેલો,

મંઝીલની તો ના કોઈ પરવા હતી,
ચાર રસ્તા પર અમે દાવ લગવેલો.

"કિરણ" ખુદને સમજે કેમ ઓશીયાળૉ,
જ્યાં નિર્ભરતા પર અમે દાવ લગાવેલો.

- કિરણ કાલરીયા
૫.૮.૨૦૦૯ (રક્ષાબંધન નો દિવસ)
અમદાવાદ

હતું એક ઘર

દિવાલ રડે
પોપડા પડે
હતું એક ઘર
કોઈ કહેતુ નથી
ક્યાં ગયું.
શેરીને પુછ્યું
મહોલ્લાને પુછ્યું
પુછ્યું એણે
નગરના નકશાઓને.
ના કોઈ જાણે
ના કોઈને ખબર
હતું એક ઘર.
સમયને પુછ્યું
સજોંગોને પુછ્યું
પુછ્યું એણે
ભૂતકાળની યાદોને.
ના કોઈ જાણે
ના કોઈને ખબર
હતું એક ઘર.
આઘાતોને પુછ્યું
પ્રત્યાઘાતોને પુછ્યું
પુછ્યું એણે
વિશ્વાસઘાતોને.
થૈ ગયા ચૂપ,
બધાયે સાવ ચૂપ્.
દિવાલ રડે
પોપડા પડે
હતું એક ઘર
કોઈ કહેતુ નથી
ક્યાં ગયું.

-કિરણ કાલરિયા
૫.૮.૨૦૦૯

સોમવાર, 3 ઑગસ્ટ, 2009

જિંદગીની કિતાબ

વાંચી શકો જો મારી જિંદગીની કિતાબને,
સનસની ભર્યા પ્રસન્ગો થી ભરપુર છે.

જિંદગીના ચડાવ-ઉતારો જોઈ લાગતું,
કંઈ વિધાતા પણ અમારી સાથે ક્રુર છે.

જેને મંઝીલ બનાવી ચાલતા રહ્યાં,
એ સુખકેરો પ્રદેશ તો ઘણો દૂર છે.

જગમાં મશહૂર થવા રાખી ચાહત તો,
જુવો અમારાં દુઃખોય કેવા મશહૂર છે.

તરસતા રહ્યાં અમ્રુતના બે બુંદો કાજ,
વિષના નશામાં જિંદગી ચકનાચુર છે.

'કિરણ' જેના થકી થયો આટલો ખુવાર,
એ થૈ ગયું, બીજા કોઈની આંખોનુ નૂર છે.

રવિવાર, 2 ઑગસ્ટ, 2009

ફ્રેન્ડશીપ ડે પર ઈશ્વર ને પ્રાર્થના...

હે સર્વ શક્તિમાન ઈશ્વર્,
અમારી મિત્રતાને તમારું ઐશ્વર્ય બક્ષો,
આજ ના દિવસે અમારી મિત્રતાનો ધાગો,
કદી ન તુટે એવો મજબુત બને.
તમારા દૈદીપ્યમાન વલયથી,
અમારી મિત્રતાને સુરક્ષાકવચ બક્ષો.
જીવનની સર્વ કટુટાઓ મધ્યે પણ,
મિત્રતાની મીઠાશ નિરંતર રહે.
મિત્રો ચાહે કેટલા પણ દુર હોય,
દિલોથી ના કોઇ અન્તર રહે.
ઈશ્વર તુ અમને મળે ના મળે,
અમારા મિત્રો તારાથી ના કમ રહે.
ઈશ્વર તારી ના કોઇ ખેવના રહે.
અમારા મિત્રોમાં જ તારુ રુપ રહે.