ફીરકી પકડેલો હાથ એવો તો ઝકડાઈ ગયો,
આકાશે લહેરતો કનકવો આજ કપાઈ ગયો.
ઉથી શક્યો ના ચિત્કાર,ગળામાં દબાઈ ગયો.
દિવલોના પોપડા પાછળ કરોળિયો છુપાઈ ગયો.
પવન તો ન હતો,એક લહેરખીમાં ઝડપાઈ ગયો.
દોરીનો શું વાંક જ્યાં કનેથી જ કપાઈ ગયો.
તૂટી ગયેલો દાંત, દાંતોથી જ ચવાઈ ગયો.
દિવલોના પોપડા પાછળ કરોળિયો છુપાઈ ગયો.
માંઝા પર મુકેલો દોરીનો વિશ્વાસ ઘવાઈ ગયો.
ખુદ વિશ્વાસનો જ શ્વાસ આજ હણાઈ ગયો.
ખઝાનો ગુલોની સુગન્ધનો આજ લૂંટાઈ ગયો.
દિવલોના પોપડા પાછળ કરોળિયો છુપાઈ ગયો.
-કિરણ કાલરીયા.
સોમવાર, 27 જુલાઈ, 2009
કરોળિયો છુપાઈ ગયો....
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
wowwwwwww mast che visvas no pan swas hania gayo.............
જવાબ આપોકાઢી નાખોshilpa
Thanks Shilpa
જવાબ આપોકાઢી નાખો