મંગળવાર, 29 ડિસેમ્બર, 2009

જિંદગી દિવસ ચાર

જીવનો જન્મ સાથેજ મૃત્યુનો આવિષ્કાર.
વચ્ચે વહેતી રહે જિંદગી દિવસ ચાર.

થા થા થૈયા કરતાં જ્યાં માંડ્યાં ડગ,
સંબંધો લેવા લાગ્યા ભિતર આકાર.

યુવાનીનો આવ્યો જરા જ્યાં અણસાર,
પ્રિત ઘેલાં બદલાયા આચાર વિચાર.

ફસાયાં એવા બોજમાં નામે-સંસાર,
રમે અટપટાં દાવો મનની આરપાર.

ધીમે ધીમે થતાં પરાયાં આપણા સહુ,
લાગવા માંડે છે ત્યાં સંસાર અસાર.

સમજી રહો જ્યાં સંસારનો સાર,
યમદૂતો ખખડાવે છે જીવન દ્વાર.

જીવનો જન્મ સાથેજ મૃત્યુનો આવિષ્કાર.
વચ્ચે વહેતી રહે જિંદગી દિવસ ચાર.

-કિરણ કાલરીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો