મંગળવાર, 29 ડિસેમ્બર, 2009

કવિ

લાગણીઓ ના કરે છે વાવેતર,
સિંચે છે એ ઊર્મિઓના જળ.
કરે છે કવિતાની એ ખેતી,
બહુ વિચીત્ર છે એ માણસ.

દીલમાં ખળભળતા લાવાની,
આપે એ કવ્યતરુઓને હુંફ.
વાવતો રહેતો-લણતો કશુયે ના
બહુ વિચીત્ર છે એ માણસ.

પવન બહુ કાતિલ વહે જ્યાં,
ધરા પણ ફળદ્રુપ છે ક્યાં ?
એમાં લણે શું, ધુળને ઢેફાં?
બહુ વિચીત્ર છે એ માણસ.

કોઇ કહેતું એને કવિ, તો
કોઇ કહેતું સાવ મુફલિસ.
આત્મસંતોષની મૂડી પામતો,
બહુ વિચીત્ર છે એ માણસ.

- કિરણ કાલરીયા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો