બુધવાર, 5 ઑગસ્ટ, 2009

હતું એક ઘર

દિવાલ રડે
પોપડા પડે
હતું એક ઘર
કોઈ કહેતુ નથી
ક્યાં ગયું.
શેરીને પુછ્યું
મહોલ્લાને પુછ્યું
પુછ્યું એણે
નગરના નકશાઓને.
ના કોઈ જાણે
ના કોઈને ખબર
હતું એક ઘર.
સમયને પુછ્યું
સજોંગોને પુછ્યું
પુછ્યું એણે
ભૂતકાળની યાદોને.
ના કોઈ જાણે
ના કોઈને ખબર
હતું એક ઘર.
આઘાતોને પુછ્યું
પ્રત્યાઘાતોને પુછ્યું
પુછ્યું એણે
વિશ્વાસઘાતોને.
થૈ ગયા ચૂપ,
બધાયે સાવ ચૂપ્.
દિવાલ રડે
પોપડા પડે
હતું એક ઘર
કોઈ કહેતુ નથી
ક્યાં ગયું.

-કિરણ કાલરિયા
૫.૮.૨૦૦૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો