બુધવાર, 5 ઑગસ્ટ, 2009

દાવ

સાવ અમસ્તાતો એમ અમે ક્યાં ફસાયેલાં,
ચોકટની તીડી પર અમે દાવ લગાવેલો.

છેક મૃત્યુની શૈયા પર ચડી ગયા પછી,
જિંદગીની રમત પર અમે દાવ લગાવેલો.

વાંક કેમ કરી કાઢવો હવે સંજોગોનો,
આંખો મીંચીને જ અમે દાવ લગાવેલો.

દરિયાની દાતારીને વગોવવી શીદને,
ફાટેલા સઢ પર અમે દાવ લગાવેલો,

મંઝીલની તો ના કોઈ પરવા હતી,
ચાર રસ્તા પર અમે દાવ લગવેલો.

"કિરણ" ખુદને સમજે કેમ ઓશીયાળૉ,
જ્યાં નિર્ભરતા પર અમે દાવ લગાવેલો.

- કિરણ કાલરીયા
૫.૮.૨૦૦૯ (રક્ષાબંધન નો દિવસ)
અમદાવાદ

2 ટિપ્પણીઓ:

  1. છેક મૃત્યુની શૈયા પર ચડી ગયા પછી,
    જિંદગીની રમત પર અમે દાવ લગાવેલો.

    વાંક કેમ કરી કાઢવો હવે સંજોગોનો,
    આંખો મીંચીને જ અમે દાવ લગાવેલો.

    nice che...
    ame koi dav apta ke leta na hata.
    bus a to thai gayo am j apno dav.

    જવાબ આપોકાઢી નાખો